September 24, 2020
September 24, 2020

રાજસ્થાનના પડઘા ગુજરાતમાં પણ ગુંજ્યા..! કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધાનાણી સહિત 20ની અટકાયત

મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવાના કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધાનાણી સહિત 20ની અટકાયત 

રાજસ્થાનના રાજકીય ઘમાસાણના પડઘા સમગ્ર દેશભરમાં પડ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા રાજભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. રાજભવન સામે દેખાવો કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સરકીટ હાઉસ પાસે ભેગા થયા છે. 

કોંગેરસના વિરોધ પ્રદર્શનને લઇ પોલીસે પણ કાર્યવાહી કરી છે. મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવાના પ્રયત્નમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધાનાણી સહિત 20ની અટકાયત કરવામાં આવી છે. 

ગાંધીનગરના ડીવાયએસપી એમ કે રાણાના જણાવ્યું હતું કેકોંગ્રેસ દ્વારા કોઈ પણ પૂર્વ મંજૂરી માંગવામાં આવી નથી અને પ્રતિબંધિત વિસ્તાર હોવાથી જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે તો પોલીસ એક્શન લેશે. રાજભવનને ફરતે લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે દેશના અલગ અલગ રાજ્યોમાં લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. મણીપુર, ગોવામાં લોકશાહીનું હનન કરાયું. ભાજપ એ જ પરંપરાને આગળ લઈ જાય છે અને રાજસ્થાનમાં પણ સરકાર તોડવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યપાલનું પદ બંધારણીય રીતે પક્ષાપક્ષીથી પર રહીને કામ કરવાનું હોય છે બંધારણીય પદ પર બેઠેલા લોકો જવાબદાર લોકો પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીએ વિધાનસભા સત્ર બોલાવવાની મંજૂરી માંગી પણ તે આપવામાં ન આવી. રાજસ્થાનના પ્રશ્નોની ચર્ચા કરવા માટે વિધાનસભા સત્ર બોલાવવાની માગણી કરી હતી. રાજ્યની કેબિનેટ ભલામણ કરે એટલે રાજ્યપાલે સત્ર બોલાવવાનું હોય છે, જો કે કોઈના ઇશારે કામ કરી રહ્યા છે તેના કારણે સત્ર બોલાવતા નથી. 

ચાવડાએ કહ્યું કે ‘ભાજપની સત્તા ભૂખ લોકશાહીનું હનન ફરી આગળ વધી રહી છે તેના કારણે દેશભરમાં તમામ રાજગોરનો સામે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે.’ ભાજપના સંગઠનને ભા ને બદલે ભાઉ મળ્યા છે. ભાજપ સંગઠનને લઈને પ્રજા વચ્ચે જવાબ આપવા સક્ષમ નથી અને તેના જ કારણે પૈસાની લાલચ અને ધમકી આપીને કોંગ્રેસના લોકોને તોડે છે અને ભાજપ દલબદલની રાજનીતિ કરે છે.

 86 ,  1