વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા નવ નબીરાઓની અટકાયત

પાર્ટીમાં સામેલ 2 યુવતીઓને દારૂના નશામાં ન હોવાથી છોડી મૂકી

વસ્ત્રાપુર વિસ્તારમાં શૈલી કોમ્પ્લેક્ષમાં આવેલ એસ.એન.બ્યુ હોટલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નબીરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાદ તપાસ કરતા આરોપીઓ નશાની હાલતમાં ઝડપાયા હતા. આ મહેફિલમાં બે યુવતીઓ પણ સામેલ હતી. જો કે નશો કરેલો ન હોવાથી તેમણે છોડી મૂકી હતી.

વસ્ત્રાપુર પોલીસે બાતમીને આધારે રેડ કરતાં 9 લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. મેડિકલ ચેકઅપમાં દારૂ પીધાનું જણાતા તેમની અટક કરી પૂછપરછ કરવામાં આવી રહી છે કે, તેઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા. હવે તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસને રેડમાં બે યુવતીઓ પણ મળી આવી હતી. જોકે, તેઓ દારૂના નશામાં ન હોવાથી તેમને છોડી મૂકી હતી.

આરોપીઓના નામ સરનામાં..

  • વરસાદ દિનેશભાઇ શાહ (174, સત્યમ સીટી, ન્યુ આર.ટી.ઓની સામે, અંબાજી રોડ, પાલનપુર)
  • વૈભવ કલ્પેશભાઇ શાહ (16 રાજપેલેસ કચ્છી ભવનની ગલીમાં એલીસબ્રીજ, પાલડી, અમદાવાદ)
  • સાલીન વિજયભાઇ શાહ (જી/6 રત્નમ ફ્લેટ, વાસણા, અમદાવાદ)
  • સંજય ગીરીશભાઇ પટેલ (81, સહજાનંદ બંગ્લોઝ, રાણીપ, અમદાવાદ)
  • વિકાસ રમેશભાઇ શાહ (179, સત્યમ સીટી, ન્યુ આર.ટી.ઓની સામે, અંબાજી રોડ, પાલનપુર)
  • વિકિ દિનેશભાઇ શાહ (174, સત્યમ સીટી, ન્યુ આર.ટી.ઓની સામે, અંબાજી રોડ, પાલનપુર)
  • વિશાલ ધર્મેનદ્રભાઇ પરીખ (જી/ કેદારનાથ એપાર્ટમેટ, વસ્ત્રાપુર, અમદાવાદ)
  • જીગર વિનોદભાઇ પરમાર (ડી/9 રામતીર્થ સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ)
  • જૈનમ ભરતભાઇ શાહ (102, રીયા રેસીડન્સી, વાસણા, અમદાવાદ)

 27 ,  1