અમદાવાદ : પીરાણા અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીઓની કરાઈ અટકાયત

એસ્ટેટના માલિક બુટા ભરવાડ, નાનુ ભરવાડ અને હેતલ સુતરીયા સામે ફરિયાદ

અમદાવાદ શહેરના પીરાણા અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હેતલ સુતરીયા, નાનુ ભરવાડ, બુટ્ટા ભરવાડ વિરુદ્ધ કલમ 304 હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.

શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે બાજુમાં આવેલા બે ગોડાઉનમાં 9 દુકાનોની છત તૂટી પડતાં 12 લોકોના મોત થયાં છે. અને 10 લોકો સારવાર હેઠળ છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યાં વિકરાળ આગ ફાટી નીકળતી તો આસપાસના નવ ગોડાઉનની છત અને દિવાલો ધરાશયી થઈ હતી.

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓ એવા શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને GPCBના ચેરમેન સંજીવ કુમારને જવાબદારી સોંપી છે. તો મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગૂમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે.

ખુદ વડાપ્રધાન મોદીએ ઘટનાની નોંધ પ્રધાનમંત્રીએ પણ લીધી હતી. અને ટ્વીટ કરી સાંત્વના પાઠવતા તંત્ર દોડતું થયું હતું. જ્યારે પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે એસ્ટેટના માલિક અને ગોડાઉન ના માલિક સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરી છે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર