September 25, 2020
September 25, 2020

અમદાવાદ : કડક દારૂબંધી માત્ર કાગળ પર, મેમનગરમાં વિદેશી દારૂ સાથે ત્રણની અટકાયત

વસ્ત્રાપુર પોલીસે મેમનગરના શકંબા ટાવર પાસે કારમાં 236 બોટલ દારૂ ઝડપી પાડ્યો

ગાંધી-સરદારના ગુજરાતમાં આજે પણ દારૂબંધીની વાતો પોકળ સાબિત થઇ રહી છે એટલું જ નહીં માત્ર કાગળ ઉપર રહેલી દારૂબંધી વચ્ચે બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં શહેરમાં રોજેરોજ દરોડા પાડવા છતાં વિદેશી કે ઈંગ્લીશ દારૂ ખુટતો નથી. કોરોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ ઝડપાઇ રહ્યો છે. ગઇ કાલે  હરિયાણાથી ઘઉંની બોરીઓની આડમાં ટ્રક ભરી લવાયેલો 11 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આજે ફરી મેમનગરમાં વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.

શહેરના મેમનગર પાસે કારમાં સંતાડેલો 236 બોટલ દારૂ પોલીસે કબજે કર્યો છે. મળતી વિગત મુજબ, વસ્ત્રાપુર પોલીસને બ્રેઝા કાર દારૂ સાથે ત્રણ લોકો આવતા હોવાની બાતમી મળાી હતી. બાતમી મળતા જ પોલીસે મેમનગર સ્ટર્લિંગ હોસ્પિટલની પાસે શકંબા ટાવર નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નં-236 મળી આવી હતી.

દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓના નામ-સરનામા

  • કિશન મુકેશભાઇ પંચાલ ઉ.વ.20 ધંધો-મજુરી રહે.160, ભવનપુરા સોસાયટી દુર્ગા સ્કુલની બાજુમાં ચાંદલોડિયા
  • સચિન મુકેશભાઇ પંચાલ ઉ.વ. 21 રહે. 160 ભવનપુરા સોસાયટી દુર્ગા સ્કૂલની બાજુમાં ચાંદલોડિયા
  • ગોપાલ કાંતીલાલ દંતાણી ઉ.વ.40 રહે. જોગણી માતાના મંદિરની બાજુમાં કાચા ઝૂંપડામાં મેમનગર

આરોપીઓએ પ્લાસ્ટીકની 20 થેલીઓમાં અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો પેક કરી હતી. કુલ 236 બોટલો પ્લાસ્ટીક બેગમાંથી મળી આવી છે જેની કિંત આશરે 70 હજારથી વધુની છે. હાલ આ મામલે પોલીસે આરોપીઓની અચકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જણાવી દઇએ, ગઇકાલે PCBએ હરિયાણાથી લવાતો 11 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. PCBએ નારોલ-અસલાલી હાઇવે પરથી એક ટ્રકમાં લઇ જવાતો 11 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ટ્રકના ડ્રાયવર અને કલીનર ધરપકડ કરવામાં આવી છે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર