September 18, 2021
September 18, 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રસી લીધા વિના જ સર્ટિફિકેટ આપી દેવાનું મસમોટું કૌભાંડ

બે આરોગ્યકર્મી સહિત 6 આરોપીઓની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની રસી લીધા વિના જ સર્ટિફિકેટ આપી દેવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે કુલ 6 શખ્શોની ધરપકડ કરી છે. જેમા બે આરોપી આરોગ્ય કર્મીના છે. આરોપીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વિદેશ જવા માગતા લોકોને કોરોનાની રસી લીધા વિના જ સર્ટિફિકેટ આપતા હતા. બદલામાં 1 હજારથી અઢી હજાર રૂપિયા લેતા હતા.

આરોપીઓએ મહિલા આરોગ્યકર્મીની જાણ બહાર તેના આઈ-ડી પાસવર્ડનો ઉપયોગ કરી. લોકોને રસી લીધા વિના જ સર્ટિફિકેટ આપતા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં જ 200 જેટલા લોકોને આપી દેવાયા છે રસી લીધાના બોગસ સર્ટિફિકેટ.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દ્વારકા જિલ્લા સલાયા બંદર વિસ્તાર કે જ્યાંના લોકો મુખ્યત્વે માછીમારી અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને દરિયો ખેડવા માટે કોવિડ વૅક્સિન લીધી હોવાના સર્ટિફિકેટની આવશ્યક્તા હોય છે. જો કે સલાયાના ટ્રાવેલ એજન્ટ તેમજ મોબાઈલની દુકાન ધરાવતા અલ્તાફ લોરું તેમજ સબિર ભગાડ નામના શખ્સો વૅક્સિન સર્ટિફિકેટની જરૂર હોય તેઓને વૅક્સિન લીધા વિના જ સર્ટિફિકેટ આપવાની સગવડ કરી આપતા હતા.

અલ્તાફ અને સબિરને આ કામ માટે આરોગ્ય ખાતાના કર્મચારીઓ અક્રમ બલોચ, વિપુલ ચૌહાણને સાથે રાખતા હતા. જેઓ ફિમેલ હેલ્થ વર્કરના યુઝર આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને નકલી વૅક્સિનેશનનું સર્ટિફિકેટ જનરેટ કરી આપતા હતા.

આ પ્રમાણે વૅક્સિન લીધા વિના સર્ટિફિકેટ ઈસ્યૂ કરવા બદલ આરોપીઓ 1 હજારથી 2500 રૂપિયા વસૂલતા હતા. આમ ગેરકાયદેસર રીતે આરોપીઓએ 250 જેટલા લોકોને બોગસ વૅક્સિનેસનના સર્ટિફિકેટ ઈસ્યૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આથી દ્વારકા SOG દ્વારા ટ્રાવેલ એજન્ટ, મોબાઈલ દુકાન ધારક, આરોગ્ય ખાતાના કર્મચારીઓ મળીને કુલ 6 આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સીની કલમ 120બી, 269, 406, 408, 465, 466,471 અંતર્ગત ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.

 76 ,  1