September 26, 2020
September 26, 2020

જગત મંદિર દ્વારકા બાદ ડાકોરના ઠાકોરના પણ નહીં થાય દર્શન, બંધ બારણે ઉજવાશે જન્માષ્ટમી

ડાકોરમાં કોરોના મહામારીને પગલે ભગવાનના જન્મનો ઉત્સવ બંધ બારણે ઉજવાશે

જગત મંદિર દ્વારકા બાદ ડાકોર રણછોડજીનું મંદિર ફમ જન્માષ્ટમીના દિવસે બંધ રહેશે. કોરોના મહામારીને પગલે ભગવાનના જન્મનો ઉત્સવ બંધ બારણે કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ ઉત્સવમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. ઉલ્લેખનીય છે કે સરકારી ગાઈડલાઈન પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી મંદિર બંધ છે. કોરોના સંક્રમણ તેમજ લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઇએ, દ્વારકાનું જગતમંદિર કોરોના સંક્રમણના કારણે 10થી 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. ઇતિહાસમાં પહેલીવાર કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે 12મી ઓગસ્ટના રોજ એટલે કે જન્માષ્ટમીના દિવસે પણ લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમુ જગતમંદિર બંધ રહેશે. જો કે, આ દરમિયાન નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. પણ દ્વારકાધીશના જન્મોત્સવમાં પૂજારી સિવાય કોઇ ભાગ લઇ શકશે નહીં. જો કે શ્રદ્વાળુઓ કૃષ્ણ જન્મોત્સવનું ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.

જન્માષ્ટમીએ શામળાજી મંદિર ખુલુ રહેશે

જન્માષ્ટમીએ શામળાજી મંદિર ખુલુ રહેશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે. મંદિરમાં મટકીફોડ અને અન્ય કાર્યક્રમ સહિત પ્રસાદ અને ભંડારો બંધ રખાશે. ભગવાનના જન્મ વખતે મંદિરમાં માત્ર સેવક અને પુજારીને પ્રવેશ મળશે.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર