ભાદરવી પૂનમનાં પર્વ નિમિત્તે અંબાજી ખાતે ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું સુપ્રસિદ્ધ અંબાજી મંદિર પરિસર

ગુજરાતનાં બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાનાં દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે. આજે ભાદરવી પૂનમને લઇને ભક્તોનું દર્શન કરવા માટે ઘોડાપૂર ઉમટ્યું છે. જેમાં માતાજીની મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહિમા હોવાના લીધે ભક્તો માં અંબાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. જેમાં આજે લાખો ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવામાં આવશે તેવો અંદાજ છે.

આપને જણાવી દઇએ કે, શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. અહી દૂર-દૂરથી લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. અહી સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે. મંદિરમાંં બોલ માડી અંબે …જય જય અંબેનાં નાદ સાંભળવા મળી રહ્યા છે. અહી હજારોની સંખ્યામાં માઇ ભક્તો પહોંચી માતાનાં દર્શન કરવા એકઠા થયા છે. જેમાં માતાજીની મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહિમા હોવાના લીધે ભક્તો માં અંબાનાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. જેમાં આજે લાખો ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવામાં આવશે તેવો અંદાજ છે.

દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે. અંબાજીમાં પાકીટ ચોરીના બનાવો ભીડમાં બનતા હોય છે. જે અટકાવવા હવે પોલીસે ટેકનોલોજીની મદદ લીધી છે. મંદિરમાં પ્રવેશતા જ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ચોરી અને અસામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને ઓળખી પોલીસને જાણ કરશે.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને કલેકટર આનંદ પટેલ અને પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ અત્યંત આધુનિક હાર્ડવેર અને સોફટવેર ધરાવતા કેમેરા દ્વારા અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી