આ શુભ મુહૂર્તમાં કરો તુલસી વિવાહ, પૂરી થશે તમામ મનોકામના..

હવે ચાતુર્માસ પૂર્ણ થવાથી માંગલિક કાર્યો શરૂ થશે

કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. તેને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમામ એકાદશીઓના ઉપવાસમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. એટલુ જ નહીં આ દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલીગ્રામના વિવાહ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગે જે સાથે તમામ શુભ મુહૂર્ત શરૂ થઈ જાય છે.

તુલસી વિવાહ શુભ મુહૂર્ત

દેવઉઠી એકાદશીના દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ પછી તુલસી-શાલિગ્રામ વિવાહનું આયોજન કરવામાં આવે છે. આજે એટલે કે 15મી નવેમ્બરે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવશે. તુલસી વિવાહ આજે બપોરે 1:02 થી 2:44 સુધી થઈ શકશે. આ સિવાય તુલસી વિવાહનું સાંજનું મુહૂર્ત 5:17 થી 5:41 સુધી છે.

પુરાણો પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીએ વિષ્ણુજીએ શંખાસુર દૈત્યને માર્યો હતો. તે દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે. તે પછી કારતક સુદ એકાદશીએ ભગવાન ચાર મહિનાનો શયનકાળ પૂર્ણ કર્યા પછી જાગે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસથી ભગવાન વિષ્ણુ સૃષ્ટિનો કારભાર સંભાળે છે અને આ દિવસથી બધા જ પ્રકારના માંગલિક કાર્યો પણ શરૂ થઈ જાય છે. એટલે આ દિવસથી ભગવાનની ખાસ પૂજા-અર્ચના કરવાનું પણ મહત્ત્વ છે.

તુલસી વિવાહ પાછળની પૌરાણિક કથા

ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીના લગ્ન થાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે, જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામની પોતાની ભક્ત સાથે છળ કર્યું હતું. ત્યાર પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા હતાં, પરંતુ લક્ષ્મી માતાની વિનંતી પછી તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવીને પોતે સતી થઇ ગઇ. તેમની રાખથી જ તુલસીના છોડનો જન્મ થયો અને તેની સાથે શાલિગ્રામના લગ્નની પ્રથા શરૂ થઇ.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી