અમદાવાદ: DGPનો મહત્વપૂર્ણ નિર્ણય, નશીલા પદાર્થ પકડાશે તો PI સસ્પેન્ડ

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દારૂની જેમ હવે નાર્કોટીક્સ બહારની એજન્સીઓ દ્વારા ગુજરાતના કોઇ પણ વિસ્તારમાંથી મોટી માત્રામાં પકડવામાં આવશે તો સ્થાનિક પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગ્સના વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ થતા હોય તેવા વિસ્તારોમાં ખાસ વોચ રાખીને સધન ચેકીંગ અને કોમ્બિગ કરવા જણાવવામાં આવ્યું છે. મોટા શૈક્ષણિક સંકૂલો/સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવા પણ આદેશ કરાયા છે. જો બહારની એજન્સી નાર્કોટકીસનો કેસ કરશે તો પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે.

જેવી રીતે બહારની એજન્સી દ્વારા કોઇ સ્થાનિક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોટે પાયે દારૂ પકડી પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ પગલાં લેવામાં આવે છે તેવી રીતે જો કોઇ વિસ્તારમાંથી કોઇ બહારની એજેન્સી દ્વારા વધુ માત્રામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવશે તો પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ વિરુધ્ધ પગલા લેવામાં આવશે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી