‘ધડકન’ ફિલ્મનું ઈંગ્લીશ વર્ઝન વાયરલ, લોકો હસી હસીને થયા પાગલ

ઈંગ્લીશ વર્ઝનના વિડીયો જોયા બાદ લોકોનું હસવું બંધ નથી થઇ રહ્યું…

વર્ષ 2000માં આવેલી શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ફિલ્મ ધડકન તમને યાદ હશે. આ ફિલ્મના તમામ સ્ટાર્સના અભિનય અને ડાયલોગે લોકોના દિલ જીતી લીધા હતા. એટલું જ નહીં, આ ફિલ્મના ગીતો એટલા હિટ થઈ ગયા કે આજે પણ તેનો ક્રેઝ અકબંધ છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પંસદ આવી હતી. સુનિલ શેટ્ટીની ભૂમિકા લોકોને સારી પસંદ આવી હતી.

તમને અંદાજો આવી જ ગયો હશે કે કયા ડાયલોગ્સની વાત થઇ રહી છે. જી હા તમને પણ એ જ ડાયલોગ યાદ આવ્યો હશે. જ્યારે દેવ કહે છે, અંજલી મૈ તુમ્હે ભૂલ જાઉં યે હો નહીં શકતા, ઔર તુમ મુજે ભૂલાદો યે મૈ હોને નહીં દુંગા. આજે પણ આ ડાયલોગ લોકોના દિલમાં ધડકી રહ્યો છે.

જોકે તાજેતરમાં આ મૂવીનો એક સીન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેની પાછળ છે આ ફિલ્મનું ઈંગ્લીશ વર્ઝન. આ વર્ઝનનો વિડીયો જોયા બાદ લોકોનું હસવું બંધ નથી થઇ રહ્યું.

આ રમૂજી વિડીયો સોશિયલ મીડિયા પર ટ્વિટર યુઝર @RichAhhhhhhhhhh એ શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું હતું કે ધડકનનું આ અંગ્રેજી ડબ વર્ઝન જોયા બાદ હું મારી ગઈ. આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે લોકપ્રિય થઈ ગયો છે. ત્યારબાદ લોકોએ પણ ટિપ્પણી દ્વારા પોતાના પ્રતિભાવો આપવાનું શરુ કરી દીધું છે.

 72 ,  1