September 19, 2021
September 19, 2021

મુખ્યમંત્રી પદેથી રૂપાણીના રાજીનામા બાદ ધાનાણીની પ્રતિક્રિયા

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિજય ભાઈ રુપાણીના રાજીનામા બાદ પોતાનું નિવેદન આપ્યું છે.

પરેશ ધાનાણીએ કહ્યું, ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રુપાણીનો ભોગ લેવાયો.  ગુજરાતમાં હવે કોમવાદ અને ભાગલાવાદ થવાની આશંકા ગુજરાત સરકાર તાળી અને થાળીમાં વ્યસ્ત રહી હતી. 

નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પરષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.

આવતી કાલે ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠકમાં ધારાસભ્ય દળના નેતા નક્કી કરવામાં આવશે. ત્યારે હવે આવતી કાલે નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ જશે. નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.

 21 ,  1