આવતીકાલે ત્રિપુષ્કર યોગમાં ધનતેરસ શરૂ થશે

ધનતેરસના અવસરે સોના- ચાંદીની ખરીદી અને પૂજા માટેનું આ છે શુભ મુહૂર્ત, જાણો…

દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કૃષ્ણ ત્રયોદશીના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં કમળ સાથે પ્રગટ થયા હતા. તેથી ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણા, વાસણો, વાહન અને મિલકત વગેરે ખરીદવાની પરંપરા છે. નોંધનીય છે કે, આવતીકાલે એટલે મંગળવારે ધનતેરસનો તહેવાર છે.

આ દિવસે લોકો ભારતમાં મોટા પાયે સોનું ખરીદે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ઘરમાં હંમેશા ધન અને સુખ-સમૃદ્ધિ રહે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ઘરમાં ધનનો સ્ટોક હંમેશા ભરેલો રહે છે. ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો ખાસ શુભ સમય હોય છે. આ મુહૂર્તમાં સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધન પૂજા માટે શુભ મુહૂર્ત

સાંજે 7.15 વાગ્યાથી રાત્રે 9.08 વાગ્યા સુધી
રાતે 12.24 થી 5.06 સુધી

ખરીદદારી માટે શુભ મુહૂર્ત

અભિજીત મુહૂર્ત : બપોરે 11.42 વાગ્યાથી 12.26 વાગ્યા સુધી
ત્રિપુષ્કર યોગ : સવારે 6.06 વાગ્યાથી 11.31 વાગ્યા સુધી
ધનતેરસ મુહૂર્ત : સાંજે 6.18 વાગ્યાથી 8.11 વાગ્યા સુધી

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી