વહેલી સવારે મિઝોરમ-બાંગ્લાદેશમાં ધરા ધ્રુજી

મ્યાનમાર-ભારત સીમા પર 6.3 તીવ્રતાનો ભૂકંપ

બાંગ્લાદેશમાં મ્યાનમાર-ભારત સરહદ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ અને મિઝોરમમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 5.15 વાગ્યે બાંગ્લાદેશ (મ્યાનમાર-ભારત સરહદ વિસ્તાર)ના ચટગાંવથી 175 કિમી પૂર્વમાં આવ્યો હતો. આ ભૂકંપમાં કોઇ પણ પ્રકારની જાનહાની થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

બાંગ્લાદેશમાં મ્યાનમાર-ભારત સરહદ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ અને મિઝોરમમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આજે સવારે લગભગ 5.15 વાગ્યે બાંગ્લાદેશ (મ્યાનમાર-ભારત સરહદ વિસ્તાર)ના ચટગાંવથી 175 કિમી પૂર્વમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. યુરોપિયન-મેડિટેરેનિયન અર્થક્વેક સેન્ટરએ આ વાતની પુષ્ટિ કરી છે. ભૂકંપમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. જો કે ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી