ધરમ કરતા ધાડ પડી : અજાણ્યા યુવકને પાણી આપવા આવેલ આધેડના દાગીના ચોરાયા

મહિલાને એક કાર્ડ આપતા જ તેઓ બેભાન થયા, 20 મિનિટે ભાન આવ્યું તો દાગીના ગાયબ હતા

મણિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ

ધરમ કરતા ધાડ પડી એ કહેવતને યથાર્ત કરતો ચોંકાવનારો કિસ્સો શહેરના મણિનગર વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં અજાણ્યા યુવકે આધેડ મહિલા પાસે પીવા પાણી માંગ્યુ હતુ. જેથી મહિલા પાણી લેવા ઘરમાં ગયા હતા. ત્યારે અજાણ્યો શખસ અને તેનો સાગરીત ઘરમાં પ્રવેશ્યા હતા અને પાણી લઇને આવેલા મહિલાને એક કાર્ડ વાંચવા આપ્યું હતું. મહિલાએ કાર્ડ વાંચવાની શરૂઆત કરતા જ તેઓ બેભાન થઇ ગયા હતા. 20 મિનિટે ભાન આવતા તેમની સોનાની બંગડીઓ ન હતી. જેથી આ મામલે મહિલાએ મણીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે,અગાઉ પણ મણિનગરમાં આધેડને લૂંટી શખસો પલાયન થઇ ગયા હતા. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા 53 વર્ષિય ઉર્વશી બહેન દવે એ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના પતિ અને દીકરો દીકરી સવારનાં સમયે તેમના નોકરી અને કામ થી બહાર જતા રહે છે અને પોતે ઘરે એકલા હોય છે. સવારે કામ પુરુ કરી તેઓ ઘરે હતા ત્યારે સવારે કોઈ એ દરવાજો ખખડાવ્યો હતો.

તેમણે બહાર જઈ ને જોયું તો દરવાજા પાસે એક વ્યક્તિ ઊભો હતો. અજાણ્યા વ્યક્તિએ ઉર્વશીબહેનને વાસણ ધોવાનું લિક્વિડ લેવા માટે જણાવ્યું હતું. જોકે, તેમનેને જરૂર ના હોવાથી તેમણે ના પડી હતી. એવામાં શખસે ઉર્વશીબહેનને પાણી પીવડાવવા માટે કહ્યું હતું. જેથી તેઓ દરવાજો ખોલી રસોડામાં પાણી લેવા માટે ગયા હતા. ત્યાં શખસ અને તેની સાથે એક વ્યક્તિ તેમનાના ઘર ઘુસી આવ્યા હતા. બન્નેએ ઉર્વશીબહેને એક કાર્ડ આપીને વાંચવા માટે કહ્યું હતું.
ઉર્વશીબહેનેએ આ કાર્ડ હાથમાં પકડી વાંચવાની શરૂઆત કરતા જ તેઓએ ભાન ઘુમાવી દીધું હતું અને બેભાન થઇ ગયા હતા. ત્યારબા 20 મિનિટ બાદ ભાન આવતા તેમને જોયું તો હાથમાં પહેરેલ સોનાની બંગડી ગાયબ હતી.જેથી તેમણે ઘર ની બહાર આવીને જોયું તો બંને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.

આ અંગેની જાણ તેમને તેના પાડોશી અને પરિવારજનોને કરતા તેઓ પણ તાત્કાલિક ભેગા થઈ ગયા અને ઘટના ની જાણ પોલીસ ને કરી હતી. જેથી મણિનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે ઉર્વશીબહેને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 41 ,  1