અભિનેતા આસિફ બસરાએ કર્યો આપઘાત

બોલિવૂડ અભિનેતા આસિફ બસરાએ આપઘાત કરી લીધો છે. ગુરુવારે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલામાં બસરાએ મેક્લોડગંજમાં જોગિબાડા રોડ સ્થિત એક કાફે નજીક આપઘાત કરી લીધો છે. 

આસિફ બસરાના મોતની સૂચના મળવા પર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે બસરા છેલ્લા 5 વર્ષથી મૈક્લોડગંજમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સાથે એક વિદેશી મહિલા પણ રહેતી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આસિફ બસરા યુકેની એક મહિલા સાથે લિવઇનમાં રહેતો હતો. ગુરુવારે બપોરે તે પોતાના પાલતુ કૂતરાને ફરવા લઈ ગયો હતો. આ પછી તે ઘરે પાછો આવ્યો અને તેણે પાલતુ કૂતરાને બાંધવામાં આવતા પટ્ટાથી પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. પ્રારંભિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તે ડિપ્રેશનનો શિકાર હતો. કેસની પુષ્ટિ કરતાં કાંગરાના એસપી વિમુક્ત રંજનએ જણાવ્યું હતું કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે.

આસિફ બસરાએ પરજાનિંયા, બ્લેક ફ્રાઈડે, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ, ક્રિષ 3, એક વિલન, મંજુનાથ, જબ વી મેટ, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યુ હતુ. 

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર