‘દબંગ 3’ : સલમાન ખાનના પિતાના રોલમાં જોવા મળી શકે છે આ એક્ટર

પાંચ જૂને રીલીઝ થયેલી સલમાન સ્ટારર ફિલ્મ ‘ભારત’ ચા૨ દિવસમાં સો કરોડ કલબમાં સામેલ થઈ ગઈ છે. સલમાન ખાને એક વિડીયો શે૨ કરીને તેના ફેન્સને નવા પ્રોજેકટની હિન્ટ આપી હોય એવું લાગી ૨હયું છે. ચર્ચા છે કે આ ફિલ્મ બાદ હવે સલમાન ખાન ‘દબંગ 3’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્રની એન્ટ્રી થશે. સૂત્રોના મતે, ધર્મેન્દ્ર એક્ટર સલમાન ખાનના પિતાનો રોલ પ્લે કરી શકે છે. ધર્મેન્દ્ર પહેલાં આ રોલ વિનોદ ખન્નાએ પ્લે કર્યો હતો. વિનોદ ખન્નાના નિધન બાદ ‘દબંગ 3’માં ધર્મેન્દ્ર આવી શકે છે.

View this post on Instagram

Something new is coming up

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ધર્મેન્દ્ર ‘દબંગ 3’માં આવે તેવી શક્યતા એટલા માટે પણ છે કારણ કે સલમાન તથા તેમની વચ્ચે રિયલ લાઈફ બોન્ડિંગ છે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુદેવા કરશે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તેની ડેટ ફાઈનલ થઈ નથી.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી