September 22, 2020
September 22, 2020

છેલ્લા બે વર્ષથી ફરાર લંપટ શિક્ષક ધવલ પટેલની ધરપકડ, 9 વિદ્યાર્થિનીઓને બનાવી હતી શિકાર

દિલ્હી CBIએ હિમાચલ પ્રદેશમાંથી નરાધમ ધવલની કરી ધરપકડ

છેલ્લા બે વર્ષથી ફરાર હવસખોર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની આખરે દિલ્હી CBIએ હિમાચલ પ્રદેશમાંથી ધરપકડ કરી છે. નરાધમ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં 9 વિદ્યાર્થીઓને પોતાની હવસનો શિકાર બનાવી છે. ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપ બાદ કોર્ટે આજીવન કેદની સજા પણ ફટકારી છે. જો કે ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી પેરોલ દરમિયાન ચોટીલાની એક યુવતીને ભગાડી ફરાર થઈ ગયો હતો.

મૂળ વડોદરાનો નિવાસી ધવલ ત્રિવેદી અત્યાર સુધી સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાંથી 9 નવ જેટલી વિદ્યાર્થીઓને પોતાની માયાજાળમાં ફસાવી, તેમનું જીવન બરબાદ કરી નાખ્યું.

યુવતીઓને ફસાવી ત્રણ વખત લગ્ન કર્યા

ધવલે ઉચ્ચ અભ્યાસ પછી 2003માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનના માત્ર 6 મહિના પછી પત્નીનું અવસાન થયું હતું. મુંબઈથી વડોદરા આવેલા ધવલે એમ.એસ. યુનિવર્સિટીની એક પંજાબી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. પોતે પણ પંજાબી હોવાનું કહી યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તેણે અન્ય એક યુવતીને ફસાવીને આણંદમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા.

જેલમાં હાજર થવાના આગલા દિવસે સગીરાને લઇ ફરાર

આજીવન કારાવાસની સજાના હુકમના 4 મહિના પછી ધવલે પેરોલ પર છૂટવા અરજી કરી હતી. જેલમાં સારી ચાલ-ચલગતના કારણે તેના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર નીકળીને ધવલ ચોટીલા ગયો હતો. ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપીને 2 દિવસમાં જ એક ક્લાસિસ સંચાલકને વિશ્વાસમાં લઈ લીધો.

વિદ્યાર્થિઓને સરકારી નોકરી મળી જાય એ માટે પોતે કમ્પિટિટિવ પરીક્ષાના ક્લાસિસ શરૂ કરવા માગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરીને ક્લાસિસ સંચાલકને મનાવી લીધા. ચાર દિવસમાં 8-10 વિદ્યાર્થિનીએ ક્લાસ જોઈન્ટ કરી લીધા.

આ દરમિયાન ધવલે 18 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લીધી. 12 ઓગસ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા જ દિવસે ધવલ એ યુવતીને લઈને ભાગી ગયો હતો.

હાઈકોર્ટે CBIને સોપ્યો હતો કેસ

ગુજરાત હાઈકોર્ટે લંપટ શિક્ષક દોષિત ધવલ ત્રિવેદીને ઝડપી લેવા માટે ગુજરાત પોલીસ પાસેથી કેસ લઈને સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. દુષ્કર્મના દોષિત ત્રિવેદીને કોઈપણ ભોગે ઝડપી લેવા આદેશ કર્યો હતો.

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે હિમાચલમાંથી કરી ધવલની ધરપકડ

દિલ્હી પોલીસ અને CBIના સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી ધવનની ધરપકડ કરવામાં આવી. દિલ્હી પોલીસને જણકારી મળી હતી કે, ધવલ હિમાચલ પ્રદેશમાં છે અને એક ટાઈલ્સ બનાવતી ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરે છે. ત્યાં તેણે પોતાનો વેશ બદલી નાખ્યો હતો. તેણે શિખ વેશ અને શિખ નામ પણ ધારણ કરી લીધું હતું.

આ માહિતીને આધારે શનિવારે દિલ્હી પોલીસની એક ટીમ હિમાચલ પ્રદેશ પહોંચી હતી. ત્યારે તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આગામી એક બે દિવસમાં દિલ્હી પોલીસ ધવલ ત્રિવેદીનો કબજો સોંપવા ગાંધીનગર CBI ઓફીસ આવશે.

 117 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર