September 22, 2020
September 22, 2020

ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈનું અમદાવાદ ખાતે અવસાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણીકભાઇ અંબાણીનું ૯૫ વર્ષની ઉંમરે સોમવારે સાંજે નિધન થયું છે.ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈનું વયોવૃદ્ધ હોવાના કારણે નિધન થયું છે. આ અંગેની પુષ્ટી તેમના પરિવારે કરી છે. રમણિકભાઈ તેમના ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર તેમણે 95 વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું અને તેમના જીવન દરમ્યાન ભારતની સફળતાના સાક્ષી અને આજે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસનો નાનો ભાગ બન્યા હતા.અંબાણી પરિવારે તેમના નિધનની જાહેરાત કરી જણાવ્યું હતું કે ઉંઘમાં જ તેમનું અવસાન થયું હતું. 90 વર્ષની વય સુધી રમણીકભાઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં હતા. તે 2014માં રિટાયર થયા હતા. એ ઉપરાંત તેઓ સરકારી કંપનીઓ જીઆઈડીસી અને જીઆઈઆઈસીના બોર્ડમાં પણ રહી ચૂકયા છે. વંચિત બાળકોના શિક્ષણ અને ઉત્કર્ષને વરેલા રમણીકભાઈએ જુનાગઢમાં શિશુ મંગલના ચેરમેન તરીકે કામગીરી કરી હતી.

નવી ઉંચાઈઓ સર કરવામાં તેમણે ધીરુભાઈને મદદ કરી હતી. 1924માં જન્મેલા રમણીકભાઈ ત્રણ ભાઈઓ ધીરુભાઈ અને નટુભાઈમાં સૌથી મોટા હતા. તેમણે પોતના પુત્રના નામથી નરોડામાં વિમલ ટેકસટાઈલ કંપની શરુ કરી હતી. તેમના પત્ની પદ્માબેનનું 2001માં નિધન થયું હતું. તેમના પુત્રી ઈલાબેનના લગ્ન ગુજરાતના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ સાથે થયા છે.  

 354 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર