ધોલેરામાં 3000 કરોડના ખર્ચે બનશે એરપોર્ટ, ગુજરાત સરકારે પાસ કર્યુ એરપોર્ટ માટેનું ટેન્ડર

ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકને અનેક રીતે વ્યૂહાત્મક અને ફાયદાકારક બનાવશે.

અમદાવાદ જિલ્લાના ધોલેરામાં સુચિત ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈને, ગુજરાત સરકારે જરૂરી વિકાસના કાર્યો હાથ ધરાયા છે. ધોલેરામાં એરપોર્ટ બનાવવા માટે ટેન્ડર પાસ કરાયુ છે. તો તાજેતરમાં જ ગુગલના (Google) અધિકારીઓએ ધોલેરાની લીધેલી મુલાકાત બાદ, સરકારે વિકાસના કાર્યોને વધુ ઝડપી બનાવવાનું નક્કી કર્યુ છે. ધોલેરાની કનેક્ટિવીટી વધે તે હેતુથી એરપોર્ટ માટે 3000 કરોડનુ ટેન્ડર પાસ કરવામાં આવ્યુ છે.

ધોલેરાને હવાઈમાર્ગ બાદ, નજીકના ભવિષ્યમાં રેલ્વે માર્ગે પણ જોડી દેવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદથી ધોલેરા જતા માર્ગને ફોર લેન કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આવનારા દિવસોમાં વધુ કેટલાક મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીગ ( MOU ) કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં ત્રણ આંતરરાષ્ટ્રીય હવાઇમથકોનો સમાવેશ થાય છે, જેમાંથી અમદાવાદ ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ અને ભારતનું 7મું વ્યસ્ત એરપોર્ટ છે. સૌરાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકનો અભાવ અને તેની આસપાસના વિસ્તારો ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકને અનેક રીતે વ્યૂહાત્મક અને ફાયદાકારક બનાવશે. આવનાર એરપોર્ટ એરોસ્પેસ, સંરક્ષણ અને ઉત્પાદન ઉદ્યોગો માટે ફાયદો થશે જેઓ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી ધોલેરામાં રોકાણ કરવા અને ગુજરાતના પર્યટન અને પ્રવાસને વધુ પ્રોત્સાહન પૂરું પાડવાની આશા રાખે છે.

 70 ,  1