ગાંધીનગર : સાઇલન્સર ચોરતી ધોળકાની ગેંગ ઝડપાઈ

લોકલ ક્રાઇમ બ્રાંચે ત્રણ ચોરોને ઝડપી 14 ગુનાઓના ભેદ ઉકેલ્યા

ગાંધીનગરમાં સાઇલન્સર ચોરતી ધોળકાની ગેંગ ઝડપાઈ છે, લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી 14 ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર, સાઇલેન્સર નંગ – 4 તેમજ પાનાં મળીને કુલ રૂ. 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

કલોલ વિસ્તારમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે કલોલ હાઇવે રોડ આંબેડકર ત્રણ રસ્તાથી સિલ્વર કલરની કારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા હતા. પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ઈલિયાસ ઉર્ફે ઈલો અનવરભાઈ નૂર મહમદ મલેક (ઉ. 32, રહે. કચેરી રોડ, ખલકપૂરા, ધોળકા), મહમદ સજ્જાદ ઉર્ફે મકો મહમદ સીદીક શેખ (ધોળકા) તેમજ વાહિદ ઈસમાઈલ ઉર્ફે બેરો મુસાભાઈ વોરા (ધોળકા ડેની સોસાયટી, મેના ટાવર રોડ, ધોળકા) હોવાની કબૂલાત કરી હતી.

પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓેએ કલોલ વિસ્તારમાં સાઇલેન્સર ચોરીના 14 ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે એલસીબીએ કાર, સાઇલેન્સર નંગ – 4 તેમજ પાનાં મળીને કુલ રૂ. 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી