September 22, 2020
September 22, 2020

સંન્યાસ બાદ ધોનીને રાજનીતિની પીચ પર બેટિંગ કરવાની મળી ઓફર..! સ્વામીએ આપી ચૂંટણી લડવાની સલાહ

“મહેન્દ્ર સિંહ ધોનીને 2024ની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ”

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી.ધોનીએ આર્મી અંદાઝમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કરી તેની જાહેરાત કરી હતી. ધોનીના આ નિર્ણય બાદ લોકો આ અંગે સતત પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ એમએસ ધોનીની નિવૃત્તિ વિશે ટવીટ કર્યું છે. એટલું જ નહીં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેમને ચૂંટણી લડવાની સલાહ પણ આપી છે. 

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “એમએસ ધોની ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે, પરંતુ અન્ય કોઈ વસ્તુથી નહીં. જેમ જેમ તેણે ક્રિકેટમાં અવરોધો સામે લડવાની અને ટીમનું નેતૃત્વ કરવાની તેમની પ્રતિભા દર્શાવી હતી, તેમ જાહેર જીવનમાં પણ આવું કરવું જોઈએ. તેમણે 2024 ની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ”

નોંધનીય છે કે, ધોનીએ હજુ સુધી કોઈ પણ રાજકીય પાર્ટીનું સમર્થન નથી કર્યું. ત્યારે તેમના સંન્યાસની જાહેરાત બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ચૂંટણી લડવાની સલાહ આપી છે.

જણાવી દઈએ ગઈ કાલે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને પોતાના રિટાયરમેન્ટની વાત કહી છે. આ વીડિયોમાં ધોનીની સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મુસાફરીના ફોટો છે. આ વીડિયોની સાથે લખેલા કેપ્શનમાં ધોનીએ લોકોનો ધન્યવાદ વ્યક્ત કરતા કહ્યું કે હું તમારા પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ માનું છું.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિશ્વકપ સેમિફાઈનલ પછી ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળ્યા નથી. ત્યારબાદ સતત તેમના રિટાયરમેન્ટને લઈ સતત વાતો ચર્ચાઈ રહી હતી. 

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર