11 વર્ષ સુધી સાથે રહ્યાં બાદ દિયા મિર્ઝાએ સાહિલ સંઘા સાથે લીધા ડાઇવોર્સ

બોલિવૂડમાં સતત કંઈને કંઈક ચોંકાવનારું બનતું રહે છે. હાલમાં સમાચાર આવ્યા છે કે એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તેના 11 વર્ષના સાથી સાહિલ સંઘાથી અલગ થઈ જવાનો નિર્ણય કરીને સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે. દિયા અને સાહિલે લાંબા સમયની મિત્રતા પછી 2014માં લગ્ન કરી લીધા હતા અને હવે આ લગ્નનો અંત આવી ગયો છે.

દીયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને જાહેરાત કરી હતી કે ‘મારો સંબંધ તૂટ્યા બાદ પણ હું પતિ સાહિલની સાથે મિત્રતા કેળવી રાખીશ.’ આ સાથે એક્ટ્રેસે આ નિર્ણયનો સ્વીકાર કરવા બદલ પોતાના પરિવાર અને મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

એક એક્ટ્રેસ હોવાની સાથોસાથ દિયા મિર્ઝા ભારતની ‘યુએન એન્વાયર્નમેન્ટ ગુડવિલ એમ્બેસેડર’ પણ છે. ફિલ્મો સિવાય દિયા મિર્ઝા તાજેતરમાં જ ‘કાફિર’ નામની ‘Zee5’ પર આવેલી વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. ઉપરાંત તેણે ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર આવેલી ‘માઈન્ડ ધ મલ્હોત્રાસ’ વેબ સિરીઝને પ્રોડ્યૂસ પણ કરી હતી, જેના અમુક એપિસોડ્સ સાહિલ સંઘાએ ડિરેક્ટ કર્યા હતા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી