September 25, 2022
September 25, 2022

ડિસામાં ડાયાલીસીસ સેંટરનો પ્રારંભ,દરરોજ મળશે 20 દર્દીઓને લાભ

બનાસકાંઠા જીલ્લામાં આરોગ્યલક્ષી સુવિધા સુદ્રઢ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ બની છે. ત્યારે, તેને લઈને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૫૦ લાખના ખર્ચે ડાયાલીસીસ સેન્ટરનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.. કિડની ફેલરના દર્દીઓ માટે સહુથી મોટી સમસ્યા હોય છે ડાયાલીસીસની.

દર્દીની આર્થિક પરિસ્થિતી નબળી હોય તેવા સમયે ડાયાલીસીસ ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડીસામાં પ્રથમ નિશુલ્ક ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ અને દરરોજ 20 દર્દીઓને આ સેન્ટરનો લાભ મળશે. ત્યારે હવે દર્દીઓને ડાયાલીસીસની સુવિધા મેળવવા માટે દૂર સુધી લાંબા થવું નહીં પડે.

ડાયાલીસીસ સેન્ટરનો પ્રથમ દિવસથી લોકો લાભ લેવા માંડ્યા છે. આ સુવિધાને લઈ દર્દીઓ જણાવી રહ્યા છે કે ડાયાલીસીસની મોંઘી સારવાર લેવા માટે તેમણે દૂર દૂર સુધી લાંબા થવું પડતું હતું. પરંતુ હવેથી તેમણે ઘર આંગણે જ આ સુવિધા મળતી થતાં સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી