દિયરે વિધવા પર સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય આચરી લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો

જબરદસ્તી કરી ગાલ પર બચકા ભર્યા, મહીલા થઈ બેહોશ

મેઘાણીનગર પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી મહેલા પર કૌટુંબિક દિયરે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. કૌટુંબિક દિયરે મહિલાને જબરદસ્તી રીક્ષામાં બેસાડી અવાવરું જગ્યાએ લઇ જઈ આ કૃત્ય આચર્યુ હતું. જો કે ઝપાઝપી દરમિયાન મહિલા બેહોશ થતાં આરોપી ભાગી ગયો હતો. તો બીજી તરફ રાહદારીઓ મહીલાને હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં મુજબ, અસારવા વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહીલા ડભોડા ખાતે મચ્છીનો  ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલાં મહિલાના પતિનું નિધન થયું હતું. મહીલાને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બે પુત્રીના લગ્ન થઈ ગયા છે. મહીલાના પતિના નિધન બાદ કુટુંબી દિયર જયંતી ભાઈ નટવર ભાઈ પટની ઘરે અવરજવર વધી હતી. આરોપી દિયર અગાઉથી મહીલા પર ખરાબ નજર રાખતો. અને અવાર-નવાર છાતી પર તેમજ પ્રાઇવેટ પાર્ટ પર હાથ નાખી પજવણી કરતો હતો. મહિલા આવું ન કરવા આરોપી જયંતીને ટકોર પણ કરી હતી. જોકે સમાજમાં બદનામીના ડરે આરોપીની હરકતને સહન કરતી હતી.

મહીલા મચ્છીના વેપાર સાથે વીસી પણ ચલાવતી હતી. જેમાં આરોપીને સામેલ કર્યો હતો. દરમિયાન મહીલા અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મહીલા તેની માતાની દવા લેવા માટે ગઈ હતી. તે સમયે રસ્તામાં આરોપી તેની રીક્ષા લઈ આવ્યો અને મહીલાને રીક્ષામાં બેસી જવા કહ્યું હતું. જો કે મહીલાએ ના પાડતા આરોપીએ ધમકી આપતા કહ્યું હું તને બદનામ કરીશ સમાજમાં તારી વાતો કરીશ. આરોપીની આવી ધમકીને પગલે મહીલા રીક્ષામાં બેસી ગઈ હતી. આરોપી રીક્ષા લઈને ચામુંડા બ્રિજથી ઔડાના મકાન થઈ કાચા છાપરાથી આગળ રેલ્વે પાટાથી આગળ પાણીની ટાંકી પાસે અવાવરૂ જગ્યાએ પહોંચ્યો હતો. જયા આરોપી દિયરે મહિલા સાથે જબરજસ્તી કરી હતી.

નરાધમે મહીલાનાં ગાલ પર બચકા ભરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. મહીલાએ વિરોધ કરતા આરોપી સાથે 15 મિનિટ સુધી ઝપાઝપી થઈ હતી. આખરે મહીલા બેહોશ થતા. આરોપી ભગી ગયો હતો. તો બીજી તરફ અજાણ્યા લોકોએ મહીલાને હોસ્પિટલ ખસેડાઇ હતી. મહીલાએ આ અંગે મેઘાણીનગર પોલીસ મથકે આરોપી જયંતી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર