દીદીએ રાષ્ટ્રગાનનું કર્યું અપમાન! Video વાયરલ થતાં FIR

પહેલા બેઠા બેઠા ગાયું પછી અચાનક અડધેથી છોડી દીધું..

પશ્ચિમ બંગાળના સીએમ બનેર્જી પર મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ હોવાનો આરોપ લાગ્યો છે. જેનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. મુંબઈ પ્રવાસ પર રહેલી ટીએમસી ચીફ મમતા બેનર્જીની સમસ્યા વધી શકે છે. હકિકતમાં મમતા પર આરોપ છે કે તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ. હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે.

આ દરમિયાન ભાજપની પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ. એક સીએમ તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્ર્રગાન અને દેશની સાથે જ ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરનું અપમાન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન મમતાનો એક વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તે રાષ્ટ્રગાન શરુ કરવા થોડીક સેકન્ડ બાદ ખુરશીમાંથી ઉઠ્યા છે. એટલું જ નહીં દ્રાવિડ ઉત્કલ બંગ બાદ તે જય મહારાષ્ટ્ર, જય બિહાર અને જય ભારત બોલીને રાષ્ટ્રગાન ગાવાનું બંધ કરી દીધુ. મમતા બેનર્જીના આ વીડિયોને હવે ભાજપના નેતા પણ ટ્વીટ કરી રહ્યા છે અને તેમના પર રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ લગાવવી રહ્યા છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી