દીદીનો દાવો- પુનઃમતગણતરી અંગે રિટર્નીંગ અધિકારીને ધમકીઓ મળી હતી..

પત્રકાર પરિષદમાં મોબાઇલમાં મળેલો સંદેશો વાંચી સંભળાવ્યો..

બંગાળના ત્રીજીવાર સીએમ થવા જઇ રહેલા ટીએમસીના પક્ષના સુપ્રિમો મમતાદીદીએ એવો દાવો કર્યો છે કે નંદીગ્રામમાં તેમને પહેલા જીતેલા જાહેર કરાયા ત્યારબાદ તેમને હારેલા ઘોષિત કરાયા અને તેમણે જ્યારે ફરીથી મતગણતરીની માંગણી કરી ત્યારે તેનો ઇન્કાર કરવા પાછળનું કારણ એ છે કે સ્થાનિક ચૂંટણી અધિકારીને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી.

બંગાળના પરિણામ બાદ તેમણે પ્રથમ પત્રકાર પરિષદમાંમાં પોતાના મોબાઇલમાં અંગ્રેજીમાં આવેલા એસએમએસને પોતાના સાથી કાર્યકર પાસેથી વંચાવીને કહ્યું કે તેમને 1200 મતોથી જીતેલા જાહેર કરવામાં આવ્યાં. રાજ્યપાલે મને અભિનંદન પણ આપ્યા અને તે પછી મને હારેલા જાહેર કરાયા. તેમણે શંકા વ્યક્ત કરીને ફરી મતગણતરીની માંગણી કરવામાં આવી ત્યારે ચૂંટણી સત્તાવાળાઓ દ્વારા તેનો ઇન્કાર કરવામાં આવ્યો. અને તેનું કારણ એ છે કે ચૂંટણી અધિકારી કિશોર બિશ્વાસને કોઇએ ધમકી આપી હતી કે જો ફરી મતગણતરી કરશો તો તમારા પરિવારનો ખાત્મો બોલાવી દેવાશે.

મમતાદીદીએ એવો દાવો કર્યો કે આ પ્રકારનો મેસેજ ચૂંટણી અધિકારીએ કોઇને મોકલ્યો અને કોઇએ આ મેસેજ તેમને મોકલ્યો. જેથી તેમણે ફરી મતગણતરી માટે ઉમેદવાર તરીકેનો અધિકાર હોવા છતાં આગ્રહ ના રાખ્યો પણ કંઇક ધાંધલી થઇ છે. અને નંદીગ્રામના પરિણામને કોર્ટમાં પડકારવામાં આવશે. ત્યાં સુધી ચૂંટણી પંચ નદીગ્રામના ઇવીએમ અને વીવીપેટ મશીનો અલગ રાખવા જોઇએ. જે પુરાવા માટે કામ લાગશે.

 46 ,  1