ચોથા તબક્કાના મતદાનના દિવસે જ દીદીના સાથીનો ઓડિયો વાયરલ

પ્રશાંત કિશોર કહી રહ્યા છે કે, બંગાળમાં TMC હારી જાય તો નવાઇ નહીં…

પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનું 44 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાન શરૂ થયા બાદ કેટલાક ટીવી મીડિયામાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું એક ઓડિયો ચેટ વાયરલ થયો છે. જેમાં પ્રશાંત કિશોર એમ કહી રહ્યા છે કે, બંગાળની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે લોકપ્રિય પૂરવાર થઇ રહ્યા છે. અને ટીએમસી ચૂંટણી હારી જાય તો નવાઇ નહીં..

પોતાનો ઓડિયો વાયરલ થતા જ પીકેના નામે જાણીતા પ્રશાંત કિશોરે એવી માંગણી કરી કે આ ઓડિયો ભાજપે વાયરલ કર્યો છે. પરંતું તે અધુરો છે. ભાજપ આખો ઓડિયો જાહેર કરે તો જ સમજાશે કે તેમણે ખરેખર શું કહ્યું છે. નોંધનિય છે કે, પ્રશાંત કિશોરે અગાઉ ટ્વિટ કરીને તેઓ દાવો કર્યો હતો કે બંગાળમાં ભાજપને બે આંકડા જેટલી પણ બેઠકો નહીં મળે. અને જો ત્રણ આંકડામાં બેઠકો મળશે તો તેઓ પોતાનો વ્યવસાય છોડી દેશે. ચોથા તબક્કાના મતદાન વખતે ટીએમસીના ચૂંટણી રણનીતિકાર કે જેમણે ચૂંટણીઓ જીતવા માટે ટીએમસીને સલાહ, સૂચનો અને ટિપ્સ આપી હોય તેવો જ હવે ટીએમસી હારી રહી હોવાનું દાવો કરી રહ્યા છે.

 27 ,  1