DIG ડો. મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા

SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન

આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા છે. DIG મહેશ નાયકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. ડો. મહેશ નાયક છેલ્લા 12 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. ડો. મહેશ નાયકનું વડોદરા પોસ્ટિંગ હતું. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ વડોદરા આમ્સ યુનિટમાં DIG તરીકે હતા. આમ કોરોનામાં પ્રથમ એવા IPS અધિકારી કોરોના સામે જંગમાં હાર્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.

ઓગસ્ટ 2020માં સરકાર દ્વારા 58 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયકને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. કોરોનાથી સંક્રમિત થતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ તેમનું મોત નીપજ્યું હતું.

એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન 12મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું. કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.

DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી

ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી ચૂક્યા છે. અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના DCP તરીકે લાંબા સમય સુધી એમ. કે. નાયકે સેવાઓ બજાવી હતી. તેઓ તાપી જિલ્લા પોલીસવડા તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલના SP તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. થોડા સમય પૂર્વે જ એમ. કે. નાયકના માતાનું તેમના વતન પાટણ ખાતે નિધન થયું હતું.

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 1 હજારથી વધુ કેસનો નવો રેકોર્ડ થયો છે. શહેરમાં 21 માર્ચે કોરોનાનો પહેલો કેસ નોંધાયા પછી કેસને 1 હજાર સુધી પહોંચતા 29 દિવસ લાગ્યા હતા. પરંતુ શુક્રવારે એક જ દિવસમાં 1296 કેસ આવ્યા છે. ગુરુવારના 951 કેસની સરખામણીએ 24 કલાકમાં જ કેસમાં 36 ટકાનો તોતિંગ વધારો થયો છે. 23 માર્ચે 502 કેસ આવ્યા પછી રોજે રોજ કેસ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. એપ્રિલના પહેલા 9 દિવસમાં જ 7 હજારથી વધુ કેસ નોંધાયા છે.

મ્યુનિ.એ ડેઝિગ્નેટે કરેલી ખાનગી હોસ્પિટલોના બેડ 85 ટકા, જ્યારે એસવીપી અને સિવિલ કેમ્પસની હોસ્પિટલોમાં પણ 70 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં 887 દર્દી દાખલ છે જેમાંથી 281ની સ્થિતિ ગંભીર છે. દરમિયાન ચાંદખેડાની એસએમએસ અને ઇન્ડિયા કોલોનીની જીસીએસ હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટ કર્યાના બે દિવસમાં 40 ટકા બેડ ભરાઈ ગયા છે. એસએમએસમાં 84, જીસીએસમાં 70 દર્દી દાખલ છે.

 151 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર