સુરેન્દ્રનગરના ઇગરોળી ગામે જર્જરીત શાળા કરાઈ જમીનદોસ્ત

આમ કેમ ભણશે ગુજરાત? બાળકોને ભણવું છે પણ શાળા નથી

વાંચે ગુજરાત, ભણે ગુજરાત જેવા સૂત્રો આપનારી સરકારની પોલ છતી થઈ છે કેમ કે, સુરેન્દ્રનગરના અંતરિયાળ વિસ્તારની અનેક શાળામાં ઓરડાની અછતના કારણે બાળકો ખુલ્લામાં બેસી ભણવા મજબૂર થયા છે. તાજેતરમાં જ હાઈકોર્ટે પણ આવી ખુલ્લામાં ભણાવતી શાળાઓ મુદ્દે PIL દાખલ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, પાંચ વર્ષ પહેલા જર્જરીત શાળા જમીનદોસ્ત કરાઇ હતી. પરંતુ પાંચ પાંચ વર્ષ વિતી ગયા હોવા છતાં હજી સુધી શાળા બનાવવામાં આવી નથી.

આ બનાવની વિગત પ્રમાણે સુરેન્દ્રનગરના અંતરિયાળ વિસ્તાર લખતરના ઇગરોળી ગામે ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં ધોરણ ધોરણ 1 થી 8 ના 110થી વધુ વિદ્યાર્થીઓ ઝાડ નીચે ખુલ્લામાં બેસી ભણવા મજબુર છે. સ્થાનિકોનો આરોપ છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં હજી કોઇ નિરાકરણ લવાયું નથી. ત્યારે હવે લોકોના મનમાં સવાલ સર્જાવવો સ્વાભાવિક છે કે, આમ કેમ ભણશે ગુજરાત? આ અંગે સ્થાનિક લોકોનું કહેવુ છે કે, સરકારી તાયફાઓ પાછળ કોરોડો રૂપિયાનો ધૂમાડો કરાઈ છે જ્યારે આ બાળકો કે શિક્ષકો કોઈ મહેલ નથી માગતા બસ માત્ર ભણવા માટે ઓરડા માંગી રહ્યા છે. ઓરડા બનાવવામાં પણ વર્ષો સુધી આટલા ઠાગા ઠૈયા કરવાના હોય તો શિક્ષણવિભાગ માટે શરમજનક કહેવાય.

 95 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી