‘મિયાં, આપસે યે ઉમ્મીદ નહીં થી…’ દિલીપ કુમારે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના PM શરીફ સાથે કરી હતી વાત

….ત્યારે દિલીપે શરીફને કહ્યું હતું મિયાં આવી અપેક્ષા ન હતી

દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન થયું છે. દિલીપકુમારે બુધવારે 98 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. મુંબઈમાં અનેકવાર તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિલિપકુમારના નિધનથી બોલીવુડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. દિલિપકુમારે આજે સવારે 7.30 વાગે મુંબઈના ખારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. હોસ્પિટલના ડો.પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમણે દિલિપકુમારના નિધનની પુષ્ટિ કરી છે.  

દિલીપકુમારના અંતિમ સંસ્કાર આજે મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં કરાશે. દિલીપકુમાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ એક દિવસ પહેલા જણાવ્યું હુતં કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે અને આજે તેમના નિધનના સમાચારે બધાને આઘાતમાં મૂકી દીધા. 

કારગિલ યુદ્ધ પછી બોલિવૂડ અભિનેતા દિલીપકુમારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફને કહ્યું હતું, ‘મિયાં સાહેબ, અમને તમારાથી આ અપેક્ષા ન હતી. તમે હંમેશા દાવા કરો છો ભારત-પાકિસ્તાનમાં શાંતિ થાય. એક ભારતીય મુસલમાન હોવાને નાતે હું તમને બતાઉં કે ભારત-પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ તનાવ થાય છે, ભારતના મુસ્લિમ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેમને ઘરોમાંથી નીકળવામાં પણ મુશ્કેલી થાય છે.

પાકિસ્તાનના તત્કાલીન વિદેશપ્રધાન ખુર્શીદ કસુરીએ પોતાના પુસ્તક ‘નાઈધર એ હોક નોર એ ડવ’માં આ દાવો કર્યો છે. આ વાતચીત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરાવી હતી. શરીફના મુખ્ય સચિવ સઇદ મહેંદીએ બતાવ્યું હતું કે મે, 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન વાજપેયીનો ફોન આવ્યો હતો.

વાજપેયી બહુ ગુસ્સામાં હતા. તેમણે શરીફને કહ્યું હતું કે લાહોરમાં આટલું ભવ્ય સ્વાગત પછી કારગિલ કરીને મારી સાથે બહુ ખરાબ કર્યું છે. ત્યારે કરગરતા શરીફે કહ્યું હતું તમે જે કહી રહ્યા છો મને તેની માહિતી નથી. આર્મી ચીફ મુશર્રફ સાથે વાત કરીને તમને ફોન કરીશ. શરીફ ફોન મૂકે તે પહેલાં જ વાજપેયીએ કહ્યું કે મારી પાસે એક હસ્તી બેઠી છે, લો વાત કરો. ત્યાર પછીનો અવાજ સાંભળીને શરીફ સ્તબ્ધ થઇ ગયા. બીજી બાજુ દિલીપકુમાર હતા.

 66 ,  2