September 23, 2020
September 23, 2020

ટ્રેજેડી કિંગના પરિવારમાં કોરોનાનો કહેર ! દિલીપ કુમારના વધુ એક ભાઇનું નિધન, 13 દિવસમાં બે ભાઇ ગુમાવ્યાં

દિલીપ કુમારના બીજા ભાઈ એહસાન ખાનનું પણ કોરોનાથી નિધન

અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું આજે નિધન થઈ ગયું. 92 વર્ષીય એહસાન ખાનનો થોડા દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું પણ નિધન થયું હતું. 

દિલિપ કુમારના ભાઇ એહસાન ખાનનું બુધવારે (2 સપ્ટેમ્બર) રાત્રે 11 વાગ્યે નિધન થયું હતું. તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. અહેસાન ખાન 90 વર્ષનાં હતા.

એહસાન ખાનની કોવિડની સાથે હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર અને અલ્ઝાઇમરની બીમારીઓની પણ સારવાર ચાલી રહી હતી. 13 દિવસમાં આ પરિવારમાં બે ભાઇના નિધનથી તમામ લોકો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે.

ગત 21 ઓગસ્ટના રોજ દિલિપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું પણ કોરોનાની સારવાર દરમિયાન મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. આમ 13 દિવસમાં દિલિપ કુમારના બે ભાઇઓના મૃત્યું થતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. એહસાન ખાન અને અસલમ ખાનને ગત 15 ઓગસ્ટે સાથે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

 93 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર