ભાવનગરના શહીદ દિલીપસિંહનો પાર્થિવદેહ અમદાવાદ લવાયો

દેશના સીમાડે માઁ ભોમની રક્ષા કાજે ફરજમાં રહેલા ભાવનગર જિલ્લાના વધુ એક આર્મી જવાન શહીદ થયો હતો. જમ્મુ કાશ્મીરના અખનૂર ક્ષેત્રમાં ફરજ બજાવતા વલભીપુર તાલુકાના કાનપર ગામનો 29 વર્ષીય આર્મી જવાનનું ગઈકાલે અકસ્માતમાં દેહાંત થયું હતું.

જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા ભાવનગરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો છે. અહીં શહીદ દિલીપસિંહના પરિવારજનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

એરપોર્ટ પર આવેલા શહીદના પાર્થિવદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો અને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી