TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામું, કહ્યુ- મને ગૂંગળામણ થતી હતી

દિનેશ ત્રિવેદીએ ભાજપમાં સામેલ થાય તેવી અટકળો બની તેજ

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનેશ ત્રિવેદીએ ગૃહના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. શુક્રવારે ગૃહની ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં થયેલી હિંસા અંગે તે ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

રાજીનામાની જાહેરાત કરતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, ‘હિંસા જે રીતે થઈ રહી છે, મને અહીં બેસીને ખૂબ જ અયોગ્ય લાગે છે. હું એ જોઈ શકતો નથી જો આપણે કરીએ તો શું કરવું અમારી એક મર્યાદા છે. પાર્ટીના પણ કેટલાક નિયમો છે. તેથી જ હું પણ ગૂંગળામણ અનુભવું છું. ત્યાં અત્યાચાર થઈ રહ્યા છે. તેથી આજે મારા આત્માનો અવાજ કહી રહ્યો છે કે જો તમે અહીં બેસો અને કંઇ ન બોલો તેના કરતા રાજીનામું આપશો તેસારું છે, હું અહીં જાહેર કરું છું કે હું રાજ્યસભામાંથી રાજીનામું આપી રહ્યો છું.

દિનેશ ત્રિવેદીનું બીજેપીમાં સ્વાગત- દિલીપ ઘોષ

ત્રિવેદીએ કહ્યું કે આ નિર્ણય આત્માનો અવાજ સાંભળીને લઈ રહ્યો છું. તેઓએ કહ્યું કે હું ત્યાં કંઈ નથી કરી શકતો. બીજી તરફ બીજેપી બંગાળ યુનિટના નેતા દિલીપ ઘોષે કહ્યું કે સાચી વ્યક્તિ ખોટી જગ્યાએ ફસાયેલી છે. જે રીતે તેમને રેલ મંત્રીના પદથી હટાવવામાં આવ્યા હતા, તે ઈતિહાસ છે. જો દિનેશ ત્રિવેદીને બંગાળ માટે કામ કરવું છે તો તેમનું બીજેપીમાં સ્વાગત છે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર