અમિત જેઠવા હત્યાકેસ: ભાજપની પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત તમામ 7ને આજીવન કેદ, 15 લાખનો દંડ

ગુજરાતનો બહુ ચર્ચિત અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકી સહિત સાતેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવા હત્યાકાંડ મામલે દિનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીને સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠેરાવ્યા છે. કોર્ટે દીનુ સોલંકી અને શિવા સોલંકીને આજીવન કારાવાસ ઉપરાંત રૂ.15 લાખનો દંડ પણ ફટકાર્યો છે. RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 2010માં થઈ હતી હત્યા.

જણાવી દઇએ, અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ 5 નવેમ્બર 2013ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત 7 આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી