રિન્યુએબલ એનર્જીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે સીધી ટક્કર

ગૌતમ અદાણી આગામી 10 વર્ષમાં 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

ભારત સહિત સમ્રગ હાલ વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ કટોકટી વચ્ચે દેશ અને વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ ગ્લોબલ વોર્મિંગને આવનારા સમયમાં મોટો પડકાર ગણાવી રહ્યા છે. આ જ કારણ છે કે કંપનીઓ ઝડપથી શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ તરફ આગળ વધી રહી છે. રિન્યુએબલ એનર્જીને ભવિષ્ય તરીકે ગણતા વીજ કંપનીઓ આ દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ આગામી દસ વર્ષમાં નરિન્યુએબલ એનર્જી માટે 20 અબજ ડોલર એટલે કે આશરે 1.5 લાખ કરોડનું રોકાણ કરશે. તાજેતરમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ ગ્રીન એનર્જી માટે 75 હજાર કરોડની જાહેરાત કરી હતી. ટાટા પાવર પણ રિન્યુએબલ એનર્જીના વ્યવસાય વધારવા માટે $ 750 મિલિયન અથવા 5200 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર ગ્રીન એનર્જીને પણ પ્રોત્સાહન આપી રહી છે.

અદાણી ગ્રુપે કહ્યું કે તે વિશ્વનું સૌથી સસ્તું ગ્રીન ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મંગળવારે ગ્રીન એનર્જી સંબંધિત તેમના જૂથના એજન્ડાને સ્પષ્ટ કરતાકહ્યું કે જૂથે આગામી ચાર વર્ષમાં તેની નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ક્ષમતાને ત્રણ ગણી કરશે, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેશ, રિન્યુએબલ એનર્જી સાથે તમામ ડેટા કેન્દ્રો ચલાવવા અને 2025 સુધીમાં તેના બંદરોના કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી પહોંચાડવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. અને 2025 સુધીમાં ગ્રીન ટેકનોલોજીમાં મૂડી ખર્ચનો 75 ટકા ખર્ચ કરવાની યોજના ધરાવે છે.

નોંધનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ પણ ત્રણ વર્ષમાં સ્વચ્છ એનર્જી અને હાઇડ્રોજન ઇંધણમાં રૂ .75,000 કરોડ ($ 10 અબજ) ના રોકાણની જાહેરાત કરી હતી.

 81 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી