ચોમાસુ જામ્યું નથી અને ડીસામાં ગંદકીના ઢગલા

ઉત્તર ગુજરાતમાં લોકો ચોમાસાની રાહ જોઈને બેઠા છે. અને થોડા જ દિવસોમાં વરસાદનું આગમન થઈ શકે તેમ છે. પરંતુ લોકો જેની રાહ જોઇને બેઠા છે તે ચોમાસુ જ પાલિકાની બેદરકારીથી લોકો માટે મુશ્કેલી લાવી શકે છે. વાત છે ડીસા શહેરમાં આવેલા પિન્ક સિટી વિસ્તારની, આ વિસ્તાર શહેરના સૌથી ઊંચાણ વાળો વિસ્તાર માનવમાં આવે છે. અને હજુ તો ચોમાસાનું આગમન પણ થયું નથી અને અત્યારથી જ આ વિસ્તારમાં જાહેર માર્ગો પર ગટરનું પાણી રેલાઈ રહ્યું છે..

આ વિસ્તારની તમામ ગટરો સફાઈના અભાવે ચોકઅપ થઈ ગઈ છે અને તેના લીધે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહ્યું છે. ચોમાસા પહેલા જ આવા હાલ થઈ જતાં લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને અહીથી પસાર થવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.. જેને લઈ સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે, અને લોક મુખે એવી પણ ચર્ચા થઇ રહી છે કે, ડીસા નગરપાલિકામાં શહેરના તમામ રસ્તાઓ, ગટરો નાળાઓની સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. પણ ડીસા નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં જ આ ગ્રાન્ટ વાપરી માત્ર કાગળ પર જ કામ બતાવવામાં આવે છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી