પેપરલીકમાં નવો વળાંક – પરિવારજનો કોઇ બીજી થિયરી રજુ કરે છે..

મારા પિતા દોષિત નથી, બીજાનો આરોપ પોતાના શિરે લઇ લીધો છે – પુત્રની વેદના

ગુજરાતમાં ભારે ચકચાર અને વિવાદ જગાવનાર પેપર લીક કાંડમાં એક નવો વળાંક આવ્યો છે. જેમાં પોલીસે જેમની સામે પેપર ફોડવાનો પહેલો આરોપ મુક્યો છે, તે કિશોર આચાર્યના પરિવારજનોએ એવો દાવો કર્યો છે કે, તેમના પિતા દોષિત નથી, આરોપી નથી, તેમણે તો બીજાનો આરોપ પોતાના માથે લઇ લીધો છે. પરિવારજનોના આ દાવાના પગલે પોલીસે કરેલા દાવાની સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો છે. કેમકે, પોલીસે એવો દાવો કર્યો કે, જ્યાં આ પેપર મુદ્રીત થયું તે સુર્યા પ્રિટિંગ પ્રેસના હેડ કિશોર આચાર્ય દ્વારા પેપર ફોડીને મંગેશ શિરકેને સાત લાખ રૂપિયામાં વેચ્યું હતું.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુંટી જતા હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, તો પેપર લીક મામલે અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે જો કે હજુ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પેપર લીક મુદ્દે મહત્વની જાણકારી મળી છે. બહુ ચર્ચિત હેડક્લાર્કની પરીક્ષાનું પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું, સાણંદના કિશોર આચાર્યએ પ્રિન્ટિગ પ્રેસમાંથી પેપર લીધું હોવાની ચર્ચા છે, કિશોર આચાર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર છે.

આ  તરફ હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક કેસમાં કિશોર આચાર્યનું નામ ખુલતા, કિશોર આચાર્યને ફસાવ્યા હોવાનો પરિવારજનોનો આરોપ લગાવી રહ્યા છે. કિશોર આચાર્યના પરિવારે કિશોર પર લાગવેલા તમામ આરોપોને ફગાવ્યા છે. પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિત હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. પુરોહિત ભાજપની નજીક હોવાના દાવા થઇ રહ્યા છે, જોકે ભાજપે તેનો ઇન્કાર કર્યો છે. કિશોર આચાર્યની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પરિવાર કહી રહ્યો છે કે બીજાની સંડોવણીના કારણે પોતાના પર આરોપ લીધો હોઇ શકે છે, એકવાર મુલાકાત કરવા દે તો અમે ખુલાસો કરી શકીએ.

પરિવારજનો કહી રહ્યા છે કે કિશોર આચાર્ય 32 વર્ષથી પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે પણ પેપરની ક્યારેય વાત નથી થઈ. કોની સંડોવણી છે તે ખબર નથી મંગેશને લઈને કોઈ જાણકારી ન હોવાનું પરિવારે જણાવ્યું છે. 

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી