પેટ્રોલ પંપ પર ક્રેડિટ કાર્ડથી મળતું ડિસ્કાઉન્ટ થશે બંધ…

પેટ્રોલ પંપ પર ઇંધણની ખરીદી માટે ક્રેડિટ કાર્ડ પેમેન્ટની ચૂકવણી પર મળતું ૦.૭પ ટકા ડિસ્કાઉન્ટ પહેલી ઓકટોબરથી નહીં મળે. સરકારી ઓઇલ કંપનીઓએ ડીજીટલ પેમેન્ટસને પ્રોત્સાહન આપવા માટે અઢી વર્ષ પહેલાં આ ડીસ્કાઉન્ટ શરૂ કર્યુ હતું. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયએ જાહેર ક્ષેત્રની કંપનીઓની સુચનાને અનુસરીને પહેલી ઓકટોબર ર૦૧૯થી ઇંધણ ચુકવણી પર ૦.૭પ ટકા કેશબેક બંધ કરવાની જાહેરાત કરી હતી.

ભારત સરકારે આઇઓસી, ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશનને કાર્ડ દ્વારા થતી ઇંધણની ખરીદી પર ૦.૭પ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કહયું હતું. ર૦૧૬ માં નોટબંધીના લીધે દેશની ૮૬ ટકા જેટલી ચલણી નોટ ખેંચી લેવાના લીધે મોટા પાયા પર રોકડ કટોકટી ઊભી થઇ હતી. ડીસેમ્બર ર૦૧૬માં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇ-વોલેટ દ્વારા થતી ઇંધણની ખરીદી પર આ ડિસ્કાઉન્ટ મળતું હતું. અને તે અઢી વર્ષ સુધી જારી રહ્યું હતું. તેના લીધે ઓએમસી પર અસર પડતી હતી. આ રોકડ ડિસ્કાઉન્ટ ઉપરાંત સરકારે ઓએમસીને ક્રેડિટ કાર્ડની થતી ચુકવણી પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) નો બોજો સહન કરવાનું પણ કહયું હતું. જે સામાન્ય રીતે રીટેલર ચુકવતો હોય છે.

ઉદ્યોગના અધિકારીએ જણાવ્યું હતું કે ઓઇલ કંપનીઓ પહેલી ઓકટોબરથી બધા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પરથી આ પ્રકારના ડિસ્કાઉન્ટને બંધ કરશે. પણ ડેબિટ અને ઇ-વોલેટ દ્વારા થતા પેમેન્ટ પરના ડીસ્કાઉન્ટને જારી રાખવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

 14 ,  1