ગાંધીનગરઃ હોટલનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચતા ગૌરવ દહિયાએ IASની ઓળખ છુપાવી ..

ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુ સિંહ વચ્ચેના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ મામલે મહિલા લીનુસિંહ અને IAS ઓફિસરે સામ-સામે ફરિયાદો કરી છે.

આ પહેલા લીનુ અને ગૌરવ વચ્ચે અમદાવાદની સ્ટાર હોટલમાં ઝઘડો થયો હતો. આશ્રમરોડની હોટલમાં દહિયા સાથે તકરાર બાદ દિલ્હીની મહિલાએ પોલીસ કંટ્રોરૂમમાં ફોન કર્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચતા દહિયાએ પોતે IAS ઓફિસર હોવાની વાત છુપાવી હતી. તેમણે અરજીમાં હોદ્દાનો ઉલ્લેખ કર્યો વગર પોતે ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુ સિંહ વચ્ચેના સંબંધોના મામલે મુખ્યમંત્રી રૂપાણી ત્રણ મહિલા IAS સહિત પાંચ અધિકારીઓની સમિતિની રચના કરી છે. આ સમિતિને મુખ્યમંત્રીએ તાકીદે તપાસ કરીને અહેવાલ રજૂ કરવા માટે સૂચના આપી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી