સુરતના ડીંડોલીમાં યુવકની સરેઆમ ઘાતકી હત્યા થતાં ચકચાર

ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકને રહેંશી નાખ્યો

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં સરેઆમ ઉપરા છાપરી ચાકુના ઘા મારી એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. અંગત અદાવતમાં યુવકને જાહેરમાં રહેંશી નાખ્યો હતો. આ મામલે ડીંડોલી પોલીસે ગુનોં નોંધી ફરાર હત્યારાઓ ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

ડિંડોલી વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં કમલેશ નામનો યુવાનની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ઉપરાછાપરી ઘા મારી ફરાર થઇ ગયા હતા. જોકે, પરિવારના આશાસ્પદ યુવાનનું કરૂણ રીતે મોત નીપજતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. યુવાની હત્યા મામલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

 54 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર