બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આમ તો હમેશા ટાઇગર શ્રોફની સાથે જ નજર આવે છે પણ હાલમાં તે શિવસેનાનાં યુવા વિંગ નેતા આદિત્ય ઠાકરે સાથે નજર આવી. અને તેઓએ જુહુમાં ડિનર લીધુ હતું. દિશા અને આદિત્ય સારા મિત્રો હોય શકે છે. પરંતુ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જે જોઇને ટાઇગરનાં ફેન્સ નિરાશ છે. ટાઇગરનાં ફેન્સ દિશાની તસવીર પર ‘એક થા ટાઇગર’, અને ‘ટાઇગર જિંદા હૈ?’ જેવી કમેન્ટ્સ કરીને ટ્રોલ કરી રહ્યાં છે. હવે જ્યારે ટાઇગરનાં ફેન્સ એક્ટિવ હતાં તો આદિત્ય ઠાકરેનાં ફેન્સ ક્યાં ઓછા હતાં. સૂરજ દેવ નામનાં એક યૂઝરે લખ્યું કે, અસલી ‘ટાઇગર’ ટાઇગર નહીં ઠાકરે છે. એક યૂઝરે તો દિશાને રિલેશનશિપને લઇ સલાહ આપી દીધી. તેણે લખ્યું કે, ટાઇગર ક્યાં છે? હું હેરાન છું. દિશા આ રીતે ટાઇગરને છોડીને બીજા સાથે કેવી રીતે ફરી શકે.

વાત કરીએ તો દિશા પટની હાલમાં સલમાન ખાનની સાથે ‘ભારત’માં નજર આવી. હાલમાં તે ફિલ્મની સક્સેસ એન્જોય કરી રહી છે. દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.
43 , 1