વિવાદીત મિલકતનો મામલો : રમણ-દશરથ પટેલના જામીન કોર્ટે ફગાવ્યા

‘આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડાની શક્યતા..’

થલતેજમાં વિવાદીત મિલકત મામલે થયેલા કેસ સંદર્ભે પોપ્યુલર બિલ્ડરન રમણ અને દશરથ પટેલે રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. જે અરજી કોર્ટે ફગાવી દેતા નોંધ્યું હતું કે, આરોપીઓ સામે અગાઉ પણ આવા જ કેસો નોંધાયેલા છે, ગુનાઇત માનસ ધરાવે છે ત્યારે આવા કેસમાં આરોપીઓને રેગ્યુલર જામીન પર છોડવા યોગ્ય નથી.

થલતેજના ન્યૂયોર્ક ટાવરમાં આઠમા માળે આવેલી જગ્યા રમણ પટેલ અને દશરથ પટેલ દ્વારા 1998માં ભાડા પટ્ટે લીધી હતી. આ વિવાદ બાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે હતી. જેમાં બન્ને ભાઇઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં રમણ અને દશથ પટેલે નિર્દોષ હોવા સહિતના મુદ્દા ઉઠાવી રેગ્યુલર જામીન અરજી કરી હતી.

જો કે, સરકારે અરજીનો વિરોધ કરતા એવી રજૂઆત કરી હતી કે, આ મિલકતનો ભાડાપટ્ટો વર્ષ 2010માં પૂર્ણ થયો હતો અને ત્યારબાદ અવારનવાર ફરિયાદી દ્વારા મિલકત ખાલી કરવા અંગે નોટિસ અને સૂચના આપવા છતાં તેને ખાલી કરવામાં આવી નહોતી. આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીને ધમકી પણ આપી હતી કે તેઓ મિલકત ખાલી કરવવા આવશો તો જાનથી મારી નાખીશુ, મિલકત લાંબા સમય સુધી ભાડે છે તેવી ખોટી વિગતવાળા દસ્તાવેજ પણ આરોપીઓએ બેન્કને આપ્યા હતા.

આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અને આ કેસ સિવાય અન્ય ચાર ફોજદારી કેસો પણ તેમની સામે છે, તેમની છબી ખરડાયેલી હોવાથી તે જામીન પર છૂટી સાક્ષીઓ અને પુરાવાઓ પર વિપરિત અસર કરે તેવી શક્યતા છે. ત્યારે જામીન ન આપવા જોઇએ.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર