અર્નબ ચેટનો પડઘો લોકસભામાં પડ્યો…

સંજય રાઉતે જાવડેકરને ઉદેશ્યીને કહ્યું- અર્નબને શરણ આપવાનું બંધ કરો

TRP કાંડના આરોપી અને ટીવી ચેનલના માલિક અર્નબ ગોસ્વામીની બાર્કના સીઇઓ પાર્થો દાસ ગુપ્તા સાથેની વિવાદિ વોટ્સએપ ચેટનો પડઘો લોકસભામાં બજેટ સત્ર દરમિયાન પડ્યો હતો. શિવસેનાના સાંસદ સંજય રાઉતે પોતાના વ્યક્તવ્ય વિવિધ મુદ્દાઓની સાતે અર્નબની ચેટનો ઉલ્લેખ કર્યો હતો અને સદનમાં હાજર મંત્રી પ્રકાશ જાવડેકરને ઉદ્દેશ્યીને કહ્યું હતું કે આ ચેટમાં જાવડેકર અંગે પણ અર્નબે ખરાબ ઉલ્લેખ કર્યો હોવા છતાં તમે તણે કેમ રાજકિય આશ્રરો આપી રહ્યા છો.. એવો સવાલ પણ મંત્રી જાવડેકરને કર્યો હતો.

શિવસેનાના સાંસદે કિસાન આંદોલન અને ધરણાના સ્થળે લગાવવામાં આવેલા બેરિકેડ કાંટાળી તારની વાડ રોડમાં લગાવવામાં આવેલા અણીયારા ખીલા વગેરેનો ઉલ્લેખ કરીને તેનો વિરોધ કર્યો હતો. સંબોધન અને ચર્ચા વખતે તેમણે અર્નબ ગોસ્વામીનો ઉલ્લેખ કરીને કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઇકની ગોપનિય માહિતી તેને કઇ રીતે મળી તેનો ખુલાસો થવો જોઇએ, અર્નબે મંત્રી પ્રકાશ જાવડેકર માટે પણ ખરાબ ભાષાનો ઉલ્લેખ કર્યો છે. તેમ છતાં તેણી સામે કાઇ પગલા ભરવામાં આવ્યા નથી.

 31 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર