પ્રાંતિજ: પુનાદરા પ્રાથમિક શાળામાં ચોપડા અને પગરખાંનું વિતરણ

પ્રાંતિજનાં પુનાદરા ખાતે આવેલ પુનાદરા પ્રાથમિક શાળામાં પ્રાંતિજ જાયન્ટસ ગૃપ, કામધેનુ ગૌશાળા તથા પોગલુ જાયન્ટસ ગૃપ દ્વારા પુનાદરા પ્રાથમિક શાળાનાં બાળકોઓને ચોપડા અને પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાળાના બાળકો દ્વારા ફૂલો તથા બીલપત્ર આપી ને કરવામાં આવ્યું હતું તો શાળાનાં આચાર્ય જીગ્નેશ ભાઇ પટેલ દ્વારા શ્રાવણ માસને લઇને શાળામાં શિવલીંગ મુકવામાં આવ્યું છે.અને શાળા નાં શિક્ષિકો તથા શાળાનાં બાળકો શિક્ષણની શરૂઆત કરતાં પહેલાં સમુહમાં શિવલીંગને બીલપત્ર ચડાવી સમૂહમાં શિવ આરાધના કરે છે. તો ઉપસ્થિત મહેમાનો દ્વારા પણ કાર્યક્રમની શરૂઆત પહેલા શિવલીંગ ઉપર બીલપત્ર ચડાવ્યું હતું અને શાળાનાં બાળકોને ચોપડા તથા પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ચોપડા અને પગરખાં મળતા બાળકોનાં ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતુ.

આ પ્રસંગે જાયન્ટસ ગૃપનાં પ્રાંતિજ ખાતે નાં સ્થાપક ર્ડોકટર એન.કે.ડેરિયા , પોગલુ મહંત તથા કામધેનુ ગૌશાળા પ્રમુખ સુનીલદાસજી મહારાજ , મિતેશ ભાઇ શાહ , શાળા ના આચાર્ય જીગ્નેશભાઇપટેલ તેમજ શાળા ના શિક્ષિકો કાળુસિંહ મકવાણા , નટુભાઇ પટેલ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં તો શાળા માં મધ્યાહન ભોજન ના ઓરગે નાઇઝર નિવૃત્ત થતા ઉપસ્થિત મહેમાનો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી