“ગોરસ” દ્વારા વિજાપુર તાલુકાના માલધારી સમાજના બાળકોને પુસ્તકોનું વિતરણ

અભ્યાસની વાત આવે તો સામાન્ય રીતે આપણા માનસ પર તરત જ વનીય બ્રાહ્મણ અને પટેલ જેવી કોમ જ ઉપસી આવે છે. અને જો માલધારી સમાજની વાત આવે તો તરત જ હાથમાં લાકડી લઈને બાઈક પર ગાય કે ભેસ હાંકતો માલધારી જ માનસ પટલ પર આવે.

પરંતુ આજે સમય બદલાયો છે. અને માલધારી સમાજ પણ પોતાના બાળકો ના અભ્યાસ પ્રત્યે ધ્યાન આપતો થયો છે. અને ગોપાલક સમાજ એટલે કે માલધારી સમાજના સર્વાંગી વિકાસ માટે તેમને ગોપાલક રચનાત્મક સમિતિ જેવી સમિતિની સમગ્ર ગુજરાત ખાતે રચના કરી છે.આ સમિતિના વિજાપુર વિભાગ દ્વારા માલધારી સમાજના બાળકોના શિક્ષણમાં મદદરૂપ થવા આશ્રયથી રવિવારે વિજાપુરના કમાલપુર ખાતે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમા જીતુભાઈ રાયકા પ્રમુખ ઓલ ગુજરાત ગોરસ , રમેશભાઈ ધારીયલ, ઇન્ચાર્જ મહામંત્રી, બબુભાઈ રાયકા , કાનજી ભાઈ ખોરજ, જીવનભાઈ દેસાઈ (વિસનગર), શામળભાઈ દેસાઈ (વિસનગર)ઈશ્વરભાઈ દેસાઈ (કમાલપુર) વાલુભાઇ બામણવા અને રાજુભાઈ દેસાઈ જનરલ સેક્રેટરી ઓલ ગુજરાત ગોરસ. ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકોને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી