વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, સરકાર ચૂકવશે 3500 રૂપિયા બોનસ

નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો

ગુજરાતના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચૂકવાશે. નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો છે. 

ઠરાવ પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને 2020-21ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કરેલ છે. એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 રૂપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.

તા. 31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે. 

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી