આંખોની રોશની વધારવા માટે કરો….

આરામથી હટાવી શકાય છે ચશ્મા

આંખને આપણા શરીરનો સૌથી અભિન્ન અંગ માનવામાં આવે છે. કારણ કે આના કારણે આપણે આ ખૂબસુરત દુનિયાને જોઈ શકીએ છીએ. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આધુનિક બદલાતી જીવનશૈલીની સીધી અસર આપણી દૃષ્ટિને નબળી કરી રહી છે. આજકાલ આંખના નંબર વધવા સામાન્ય વાત થઇ ગઇ છે. પછી તે બાળક, યુવાન અને વયોવૃદ્ધ વ્યક્તિ હોય. દરેક લોકોને આંખમાં નંબર વધવાથી આંખોના તેજમાં નબળાઈ આવે છે. ખરાબ જીવનશૈલી જેનું સૌથી મોટું કારણ છે.

ફાસ્ટ જીવનશૈલી: આજના દોડધામભર્યા જીવનમાં લોકો પોતાના આહાર પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી. જેના કારણે આંખો નબળી પડે છે અને તેના કારણે આંખમાં નંબર આવે છે. જો તમારે આંખમાં ચશ્મા છે અને તમે ચશ્મા પહેરવાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો તમારે કેટલીક ટીપ્સને અનુસરવી પડશે.

આમળાના અથાણાનુ કરો સેવન: આમળા આરોગ્ય માટે સારા હોય છે. જોકે, ઘણાં લોકો આમળા ખાઈ શકતા નથી. આ સ્થિતિમાં તમે આમળાના અથાણાનું સેવન કરી શકો છો. જેનાથી તમારી આંખોને ફાયદો થશે. પ્રયાસ કરો કે એક દિવસમાં ઓછામાં ઓછો એક થી બે વખત અથાણુ ખાવો. જો તમે ડાયાબીટીસના દર્દી છો તો તમે આમળાના અથાણાનુ સેવન ના કરશો. તેના બદલે તમે કાચા આમળા ખાઈ શકો છો.

તાંબાના વાસણમાં પીવો પાણી: તાંબાના વાસણમાં પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ સારું છે. આ આંખો માટે ખૂબ ફાયદાકારક રહે છે. તમારે દરરોજ ફક્ત સવારે ઉઠતી વખતે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલુ પાણી એક ગ્લાસમાં પીવુ. ત્યારબાદ એવો આગ્રહ રાખવો કે તમે તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવો. આ તમારી આંખો માટે ખૂબ ફાયદાકારક નીવડશે.

વરિયાળી, બદામ અને ખાંડને મિક્સ કરી ખાવો: જો તમે આંખોનું તેજ વધારવા માંગો છો તો 1 ચમચી વરિયાળી, 2 બદામ અને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને તેને વાટી નાખો. આ મિશ્રણને દરરોજ રાત્રે દૂધની સાથે લો. આમ કરવાથી તમારી આંખોનું તેજ વધશે.

જીરું અને ખાંડ પણ કરશે અસર: આંખોનું તેજ વધારવા માટે જીરું અને ખાંડનું સેવન કરવુ તમારા માટે ફાયદાકારક રહેશે. જેના માટે તમારે યોગ્ય માત્રામાં જીરુ અને ખાંડને વાટી લેવી જોઈએ. આ મિશ્રણનું એક ચમચી દેશી ઘીની સાથે સેવન કરવુ જોઈએ. જેનાથી આંખોનું તેજ વધશે.

 90 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી