દો મઇ દીદી ગઇ યા બીજેપી આઇ..? બસ કેટલાક કલાકોમાં ફેંસલો..

બંગાળ સહિત પાંચ રાજ્યોના પરિણામો રવિવાર સવારથી શરૂ..

માર્ચ-એપ્રિલમાં યોજાયેલી બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આડે ગણતરીના કલાકો રહ્યાં છે. બે મેના રોજ રવિવારની સવારથી કોરોના ગાઇડલાઇન હેઠળ મતગણતરી શરૂ થશે. અને ઇવીએમથી મતદાન થયું હોવાથી બપોર સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે કોણ ક્યાં જીતે છે અને કોની સરકારો બની રહી છે.

આમ તો પાંચ રાજ્યોમાં બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પોંડિચેરીમાં ચૂંટણીઓ યોજાઇ છે પરંતુ પરિણામના દિવસે ભાજપની નજર બંગાળના પરિણામ પર રહે તેમ છે. કેમ કે બંગાળમાં ટીએમસી અને સીએમ મમતાદીદીને હરાવવા માટે ભાજપે બંગાળમાં પોતાની તમામ તાકાત અને જોર લગાવ્યું છે. ભાજપે દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપને 294માંથી 200 કરતાં વધારે બેઠકો મળશે અને ભાજપની સરકાર બનશે. ભાજપે સૂત્ર પણ આપ્યું હતું કે દો મઇ દીદી ગઇ..!

બંગાળના પરિણામો પર સૌની નજર રહેવાની છે. બંગાળમના પરિણામો ટીએમસી અને તેની સીએમ મમતાદીદીની સાથે તેમની સામે નદીગ્રામથી ભાજપમાંથી ઉભા રહેલાં તેમના પૂર્વ વિશ્વાસુ શુવેન્દુ અધિકારીનું રાજકિય ભાવિ પણ દાવ પર લાગેલુ છે.

કેટલાક ટીવી મિડિયાએ વર્તમાન સ્થિતિને જોતાં પરિણામનું લાઇવ કવરેજ નહીં બતાવવાનું જોહેર કર્યું છે.,જેના અલગ અલગ અર્થઘટનો કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પંચે પરિણામ બાદ વિજય સરઘસો કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે,. આ સમગ્ર ચૂંટણીમાં કદાજ પહેલીવાર ચૂંટણી પંચને મદ્રાસ હાઇકોર્ટ, કોલકાતા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટની ફટકાર સાંભળવી પડી છે.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર