મોદીએ મંત્રીઓને ટપાર્યા- મંત્રાલયોમાં તમારા સંબંધીઓની નિમણૂક ન કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ પોતાના મંત્રીપરિષદના સભ્યોને નિર્દેશ આપ્યો કે તેઓ એવા દાવા કરે જે પૂરા થઇ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓની નિમણૂક ના કરે.

સૂત્રોએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકની અધ્યક્ષતા કરતાં મોદીએ મીડિયા અને જાહેરમાં બિનજરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ માત્ર તથ્યોને બતાવે કે એવા દાવાઓ કરે જે સ્થાપિત થઇ શકે. મંત્રીપરિષદની બેઠકમાં જમ્મુ-કાશ્મીરીની સ્થિતિ પર પણ ચર્ચા થઇ. પ્રધાનમંત્રીએ મંત્રીઓને જમ્મુ-કાશ્મીર માટે યોજનાઓ અને પ્રોજેક્ટો પર કામ કરવાનું કહ્યું. સૂત્રોના મતે આવનારા થોડાંક દિવસોમાં જમ્મુ-કાશ્મીર માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી શકે છે.

વડાપ્રધાને મંત્રીઓને એમ પણ કહ્યું કે શાસનની ‘ગતિ’ અને ‘દિશા’માં સુધારા કરવા માટે કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની વચ્ચે શ્રેષ્ઠ સમન્વય થવો જોઇએ.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી