September 20, 2021
September 20, 2021

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કરો આ દેશી ઉપચાર

હાર્ટ એટેકનું જોખમ ઘટાડો…

શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જવાથી હાર્ટ એટેક, ધમનીના રોગ તેમજ સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે HDL અને LDL, એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ ચીકણું અને જાડું હોય છે જે શરીરમાં વધે તો અનેક સમસ્યાઓ થાય છે. હાઈ પ્રોટીન ડાયટ લેવાથી શરીરમાં તેની માત્રા વધે છે. પરંતુ કેટલાક ખાસ પ્રકારના ફૂડ લેવાથી આ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમણે પોતાના ખોરાકમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. અંકુરિત અનાજ, સફરજન, નાશપતી, દલિયા, અળસી, જવ જેવી વસ્તુઓ પણ કોલેસ્ટ્રોલના દર્દી માટે લાભકારી સાબિત થાય છે.

લસણ: લસણ ઔષધીય ગુણ ધરાવે છે. તે બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.

આમળા: આમળા હૃદયને સ્વસ્થ રાખવાની સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. એટલા માટે જ ડાયટમાં આમળાનું સેવન જરૂરી છે.

સુકા મેવા: અખરોટ, બદામ, મગફળી, પિસ્તા જેવા સુકા મેવા હાઈ કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવા માટે લાભકારી હોય છે. રીસર્ચ અનુસાર નિયમિત રીતે અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.

પાલક: પાલકમાં વિટામિન, આયરન અને અન્ય ખનિજ તત્વો હોય છે. આ તત્વો ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામવા નથી દેતા. કોલેસ્ટ્રોલના દર્દીએ રોજ અડધો કપ પાલક ખાવી જોઈએ.

લીલા ધાણા: રિસર્ચ અનુસાર લીલા ધાણામાં પણ કોલેસ્ટ્રોલને ઘટાડવાની શક્તિ છે. તે શુગરને પણ કંટ્રોલ કરે છે.

ડુંગળી: લાલ ડુંગળીનું સેવન હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લાભકારક છે.

 55 ,  1